🌹 હિમાચલ પ્રદેશ :
♒♒♒♒♒♒
⚛️ રાજધાની : શિમલા (ઉનાળામાં)
ધર્મશાળા(શિયાળામાં)
⚛️ મુખ્યમંત્રી : જયરામ ઠાકુર
⚛️ રાજ્યપાલ : આચાર્ય દેવવ્રત
⚛️ રાજ્ય પ્રાણી : કસ્તૂરી હરણ
⚛️ રાજ્ય પક્ષી : મોનલ
⚛️ રાજ્ય વૃક્ષ : દેવાદાર
⚛️ રાજ્ય ફૂલ : રહો્ડોડૅન્ડ્રન
⚙આજે આપણે હિમાચલ પ્રદેશ વિશે જાણીશું...
🏵️ હિમાચલ પ્રદેશ :
🌺 શિમલા : ૨૧૩૦ મીટર ઊંચાઈ પર આવેલું હવા ખાવાનું ઉત્તમ સ્થળ તેમજ હિમાચલ પ્રદેશની રાજધાની છે.
🔲 જોવાલાયક સ્થળો :
☑️ ટૉય ટ્રેન
☑️ ગ્લૅન પિકનિક સ્પૉટ
☑️ સમર હિલ અને પ્રૉસ્પેક્ટ હિલ
☑️ હનુમાન મંદિર અને તારાદેવી મંદિર
🌺 કસૌલી અને સોલન : હવા ખાવાના ઉત્તમ સ્થળો છે.
🌺 કાંગડા : હિન્દુઓનું તીર્થસ્થળ છે.
અહીં ૫૧ શક્તિપીઠો પૈકીની એક વ્રજેશ્ર્વરી માતાનું મંદિર આવેલું છે. આ શહેર લઘુચિત્રશૈલીનું કેન્દ્ર છે.
🌺 કુફ્રી : શિમલા પાસે આવેલ આ શહેર
બરફમાં રમાતી રમતો માટે જાણીતું છે.
🌺 કુલ્લુ : પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું લોકપ્રિય ગિરિનગર છે.
🌺 ચંબા : લોકપ્રિય ગિરિમથક છે.
🔲 જોવાલાયક સ્થળો :
☑️ લક્ષ્મીનારાયણ
☑️ વ્રજેશ્ર્વરી દેવી
☑️ ચામુંડા દેવી
☑️ રંગમહાલ
☑️ ભૂરીસિંહ સંગ્રહાલય
🌺 ચૈત્ર : હવા ખાવાનું સ્થળ છે તેમજ પટિયાલાના મહારાજાનો પૅલેસ જોવાલાયક છે.
🌺 જ્વાળામુખી : જ્વાળામુખી માતાનું મંદિર આવેલું છે. ભૂગર્ભમાં પાણીમાં થઈને ઉપર આવતા દહનશીલ વાયુની સાત અખંડ જ્યોતની પ્રાકૃતિક ઘટનામાં
શ્રદ્ધાળુઓ માતાના ચમત્કારીક સ્વરૂપને નિહાળે છે.
🌺 ડૅલહાઉસી : ૨૦૩૯ મીટરની ટેકરી ઓ પર વસેલું ગિરિમથક છે.
🔲 જોવાલાયક સ્થળો :
☑️ સુભાચોક
☑️ કાલાપોત અભયારણ્ય
☑️ પંજપુલ્લા
☑️ મોતી ટિબ્બા
🌺 ધર્મશાળા : હવા ખાવાનું સ્થળ તેમજ તિબેટના ધર્મગુરુ દલાઇલામાનું સ્થાન છે.
અહીં ભગસુથાન ધોધ તેમજ તિબેટિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્ફોર્મિંગ આર્ટ જોવા-લાયક છે.
🌺 નગ્ગર : રશિયન ચિત્રકાર નોકોલસ રોઈરિચની આર્ટ ગૅલેરી જોવાલાયક છે.
🌺 મનાલી : હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે.
🔲 જોવાલાયક સ્થળો :
☑️ રોહતાન્ગ પાસ
☑️ ભૃગુ લૅક
☑️ માઉન્ટેનિયરીન્ગ ઇન્સ્ટિટ્યૂટ
☑️ તિબેટી મઠ
🌺 હેમકુંડ : શીખ ધર્મીઓનું ગુરુદ્વારા આવેલું છે.
🏝️🏝️🏝️🏝️🏖️🏖️🏖️🏝️🏝️🏝️🏝️
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો